ફેંગશુઈ: જાણો તુલસીને બદલે ‘લાફિંગ બુધ્ધ’ ખરીદીને કઈ રીતે કરે છે લોકો બુદ્ધિનું પ્રદર્શન

— મયંક પટેલ

આક્રમણના હથિયાર બદલાઈ ગયા છે.

નટુ કાકા સાથે કંઈક આવી ઘટના બની. જયારે ઘર પ્રવેશની ખુશીમાં મિત્રોએ નવી ભેટ આપી, બીજી સવારે તેમણે ભેટ ખોલવાનું શરુ કર્યું તો કાકાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો.

એક બે ભેટ સિવાય બાકી બધામાં લાફીન્ગ બુધ્ધ (અંગ્રેજો ‘બુધ્ધા’કહે છે, તેથી આપણે પણ ‘બુધ્ધ’ની જગ્યા એ ‘બુધ્ધા’, ‘રામ’ની જગ્યાએ ‘રામા’ કે ‘યોગ’ની જગ્યા એ ‘યોગા’ બોલવું/લખવું જરૂરી નથી.), ફેંગ શુઇ પિરામિડ, ચિની ડ્રેગન, કાચબા, ચાઈનીઝ ફેંગ શુઇ સિક્કા, ત્રણ પગવાળો દેડકો , અને હાથ હલાવતી બિલાડી જેવી અટપટી વસ્તુઓ આપી હતી આતુરતા પૂર્વક તેમની જોડે આવેલા પત્રો વાંચવાના શરૂ કર્યાં જેમાં આ ફેંગ શુઇની મૉડેલ નું મુખ્ય કામ અને તેને રાખવાની દિશા વિશે બતાવવામાં આવ્યું છે જેમકે લાફીન્ગ બુધ્ધનું કામ ઘરમાં નાણાં, સંપત્તિ અને સુખ લાવવાનું હતું અને તેને દરવાજા તરફ મોં ફેરવીને રાખવું પડતું હતું, કાચબો પાણીમાં ડુબાડી રાખવાથી દેવા માંથી મુક્તિ, ત્રણ પગ વાળો દેડકાના મોં માં સિક્કો રાખવાથી ધનનો પ્રભાવ, ચાઈનિઝ ડ્રેગનને રૂમ માં રાખવાથી રોગોને મુક્તિ, પ્લાસ્ટિકના પિરામિડ લગાડવાથી વાસ્તુ દોષોથી મુક્તિ ચાઈનિઝ સિક્કાને પાકીટમાં રાખવાથી સમૃદ્ધિ માં વૃદ્ધિ એવું લખ્યું હતું.

આ બધું જોઈને નટુ કાકા તો ધુંઆપુંઆ થઇ ગયા હતા, કારણ કે આ બધી વસ્તુ તેમના એવા મિત્રો એ આપી હતી જે પોતે સારી પદવી જેવી કે કોઈ એન્જિનિયર કોઈ ડૉક્ટર તેમજ કોઈ વકીલ જેવા સારા હોદ્દા પર કામ કરે છે વધારે તો ત્યારે થયું જયારે ડૉક્ટર મિત્ર એ ભેટમાં ઉંમર વધારવા વાળું ચાઈનિઝ ડ્રેગન આપ્યું જેમાં લખ્યું હતું તમારું અને ‘તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટેના ઘણાં ઉપાય’

આ ફેંગ શુઈ ભેટોમાં એક પ્લાસ્ટિકની સોનેરી બિલાડી પણ હતી જેમાં બેટરી નાખવાથી તેનો હાથ કોઈકને બોલાવાની દિશામાં આગળ પાછળ હાલતો હોય છે આશ્ચર્યજનક તો એ હતું તેની જોડે આવેલા કાગળમાં લખ્યું હતું “અભિનંદન , સોનેરી બિલાડીના માધ્યમ થી તમારા ગયેલા નસીબને ફરી બોલાવવા માટે તેને પોતાના ઘર, ઓફિસ તેમજ દુકાનમાં ઉત્તર પૂર્વ દિશામાં રાખો ”

નટુ કાકાએ ઈન્ટરનેટ ખોલીને ફેંગ શુઈ વિશે બીજી માહિતી મેળવી તો ગણી રસપ્રદ વાતો સામે આવી, જયારે ધ્યાન કર્યું તો ચીની આક્રમણનું આ ગંભીર પાસું સમજમાં આવ્યું.

દુનિયાના ઘણા દેશોમાં ફેંગ શુઈના જાળ પથરાયેલાં છે તેમની વહેંચણીનું તંત્ર ઈન્ટરનેટ પર રહેલી હજારો વેબસાઈટ સિવાય, ટેલિવિઝન, સમાચાર પત્રો તેમજ કેટલીક પત્રિકાઓના માધ્યમ થી ચાલે છે. ધાર્મિક બનાવટના લીધે સામાન્ય મુસ્લિમ તેનો શિકાર નથી થતાં એટલે કે આ વસ્તુ નો અસલી શિકારી કોણ થઇ શકે તમે સમજી શકો છો. ચીન આ ‘ફેંગ શુઈ’ના રમકડાંને સજાવટના સાધનો તરીકે અને ‘નસીબ સુધરશે’ એવો ‘ફેંગશુઈ’નો પ્રચાર બજાર માં શરૂઆતી ઘૂસપેઠ માટે કરે છે.

એક અનુમાન મુજબ ભારતમાં જ આનો કારોબાર લગભગ 200 કરોડ રૂપિયાથી વધારે છે તેમની મદદથી ભારતનો ઉત્પાદન બજારમાં ચીની ઉત્પાદકો એ અડધું પોતાનું કરી દીધું છે. કોઈક નાના શહેરની ભેટની દુકાન થી લઇ ને મોટા મોલ સુધી ચીની ઉત્પાદન તમને કોઈ પણ જગ્યાએ મળી જશે તેમને સ્થાનીય ઉત્પાદકોને કદાચ બંધ કરી દીધા છે. ચાઇનીઝ ઉત્પાદકોનો સામાન ભારત સહીત કેટલાંક દેશોમાં એટલી હદ સુધી વહેંચવામાં આવે છે કે તે દેશની પોતાની અર્થ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. સસ્તું અને ખુબ જ મોટી માત્રામાં તેમનું વેચાણ છે એટલે કે રણનીતિ પણ સ્પષ્ટ છે.

અહીંયા અમે ભારત ચીન સીમા સંઘર્ષ, આપણી જોડેની દુશ્મની, ચીનનો ઇતિહાસ, તિબ્બતને છીનવી લેવું તેમજ પાકિસ્તાન સાથે મિત્રતા અને આતંકવાદીઓને સમર્થન, તેમની મિસાઈલ પોલિસી, દગાખોરી વગેરે બાબતોથી તો આપ પરિચિત જ હશો.

હવે આગળ વધીએ જાદુઈ હથિયાર પર – જે દિમાગનો શિકાર કરે છે

ચીન માં ફેંગ નો અર્થ થાય છે ‘વાયુ’ તેમજ શુઇ નો અર્થ થાય છે ‘પાણી’ એટલે કે ફેંગ શુઈ નો અર્થ થાય છે ‘વાયુપાણી’. તો આ ફેંગ શુઈનો તમારા સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને શત્રુ સાથેની લડાઈમાં હાર જીત જોડે શું સંબંધ છે?

સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે જોવા જઈએ તો કયો ભારતીય પોતાના ઘરમાં આગ કાઢવા વાળી ચાઈનીઝ ગરોળી એટલે કે ડ્રેગન ને જોઈને ખુશી માણે છે? કોઈ જમાનામાં બિલાડીને અશુભ માનીને લોકો રસ્તા પર ઉભા રહેતા હતા તેને ઘરમાં લાવીને સૌભાગ્યની આશા રાખવી એ મૂર્ખતા નથી તો શું છે?

Read also: 
મોદી વિરોધમાં ભાન ભુલ્યુ ‘ગુજરાત સમાચાર’ : અફવા ફેલાવ્યા પછી ‘ખેદ’ વ્યક્ત કરવો પડયો
રેઈનકોટનું સત્ય અને સંસદનો હોબાળો

હવે જરા લાફીન્ગ બુધ્ધની વાત કરીએ. ધન મૂકેલું ખાનું ખોલીએ મોટાં પેટ વાળો ગોળ મટોળ સોનેરી રંગનું પૂતળું શું સાચા અર્થમાં ભગવાન બુદ્ધ છે?

કોઈ પણ રીતે તે બુદ્ધની જેમ શાંત, સ્વરૂપવાન અને સુડોળ દેખાઈ છે? શું બુદ્ધ એ પોતાના કોઈપણ પ્રવચન માં એવું જણાવ્યું હતું કે મારી આ પ્રકારની મૂર્તિ તમારા ઘર માં રાખો તો હું તમને સ્વરૂપ અને ધન આપીશ? તેમણે તો પોતે સત્યની શોધ માટે ધન અને રાજપાટ છોડી દીધા હતા.

એક નિર્જીવ વસ્તુ (લાફીન્ગ બુધ્ધ)ને આપણે તુલસીના છોડ થી વધારે મહત્વ આપ્યું અને તુલસી જેવી રોગ દૂર કરવા વાળી તેમજ રોજ જીવનદાન આપવા વાળી તેમજ આપણી સંસ્કૃતિને યાદ કરાવવા વાળી પ્રકૃતિની સુંદર ભેટને ઘર માંથી કાઢીને લાફીન્ગ બુદ્ધને સ્થાપિત કરી દીધું અને હવે તેનાથી સકારાત્મક અને સૌભાગ્યની આશા રાખો છો ? શું હિન્દુઓ એ સર્વ ધર્મ સમભાવના નામે આટલી હદે ડફોળ બનવું જરૂરી છે ?

હવે તો દુકાનદાર પણ પોતાની દુકાન ખોલવા પહેલા લાફીન્ગ બુદ્ધને નમસ્કાર કરે છે અને ક્યારેક તો અગરબત્તી પણ કરે છે

ફેંગ શુઇ ની દુનિયા નું એક લોકપ્રિય મોડેલ છે ફૂંક , લુક અને શાઉ. ફૂંક ને સમૃદ્ધિ, લુક ને યશ-માન-પ્રતિષ્ઠા તેમજ શાઉને લાંબી ઉંમર ના દેવતા કહે છે ફેંગ શૂઈ એ જણાવ્યું અને આપણા આંધળા ભક્તોએ પોતાના ઘરમાં તેને લગાડવાનું શરૂ કરી દીધું મેં જોયુ કે ભારતમાં મળતી આ મૂર્તિઓની કિંમત 200 રૂપિયા થી લઇને 15000 રૂપિયા સુધીની છે. જેવા પૈસા તેવી મૂર્તિ અને તેની મદદથી સૌભાગ્યનો પણ હિસાબ નક્કી છે

શું તમે આપણી કોઈ લોકકથા કે વાર્તાઓમાં આ ત્રણેય દેવતાઓનો કોઈ ઉલ્લેખ જોયો છે?શું ભારત માં રહેલા 33 કરોડ દેવી દેવતાઓથી આપણું મન ભરાઈ ગયું કે હવે ચાઈનીઝ દેવી દેવતાઓને પોતાના ઘર માં સ્થાન આપવા લાગ્યા?

જરા વિચારો આ ચાઈનીઝ દેવોને ઘરમાં લાવવાથી આપણી ઉંમર કેવી રીતે વધે? આપણા આયુર્વેદમાં લાંબા આયુષ્ય માટે કેટલીય ઔષધિઓ છે. એમાં થી ઘણી તો ઘરમાં જ સરળતાથી મળી રહે તેમ છે.

એક બીજી ફેંગ શુઈની વસ્તુ છે ત્રણ ચાઇનીઝ સિક્કા, જે લાલ કલરની રીબીનમાં બંધાયેલા હોય છે. ફેંગ શુઈના મતે રીબીનનો લાલ રંગ આ સિક્કા ની ઉર્જા ને શરૂ કરી દે છે અને આ સિક્કા માંથી નીકળી આ ઉર્જા તમારા ભાગ્યને સક્રિય કરી દે છે દુકાનદારો નું કહેવું છે કે, આ સિક્કા પર ધન પ્રાપ્તિ માટે ચાઈનીઝ ભાષામાં મંત્રો પણ લખાયેલા હોય છે પરંતુ જયારે મેં તેમને આ ચાઈનીઝ અક્ષર વાંચવા માટે કહ્યું તો ના તેઓ વાંચી શક્યાં કે ના તો તેનો અર્થ સમજાવી શક્યા. 

મારું પુછવું એમ છે કે શું ચીન માં ગરીબ લોકો નથી હોતા? કેમ ચીની વેપારી પોતે બધા નાગરિકોના ખિસ્સામાં સિક્કો રાખીને પોતાની ગરીબી દૂર નથી કરી લેતા? આપણા દેશના રૂપિયાથી આપણે આ ચાઈનીઝ સિક્કા ખરીદીનેના તો ખાલી આપણો અને આપણા દેશનો રૂપિયો પોતાના શત્રુ દેશને મોકલી રહ્યાં છીએ અને આપણા નબળાં અને પડી ગયેલાં આત્મવિશ્વાસનો પણ પરિચય આપીએ છીએ

ફેંગ શુઈના બજારમાં એક બીજું ગજબની વસ્તુ છે ત્રણ પગ વાળો દેડકો જેના મોં માં એક ચીની સિક્કો હોઈ છે. ફેંગ શુઈ મુજબ પોતાના ઘરમાં ધનને આકર્ષિત કરવા માટે તે અત્યંત શુભ હોય છે. જયારે મેં આ દેડકા ને પહેલી વખત જોયો ત્યારે વિચાર્યું કે જે જોવા માં અત્યંત કદરૂપું છે તો તે ઘરમાં સૌભાગ્ય કેમનું લાવશે?

દેડકા નો ચોથો પગ કાપીને તેણે ત્રણ પગ વાળો બનાવીને શુભ માનવું એ કયાં ની કલ્પનાઓ છે?

શું કોઈ દેડકા ના મોં માં સિક્કો મૂકીને ઘર માં ધનની વર્ષા થઇ શકે છે?

સૃષ્ટિના કોઈ પણ જીવ વિજ્ઞાન ના શાસ્ત્ર માં આવા ત્રણ પગ વાળા અને સિક્કો ખાવા વાળા દેડકાનો ઉલ્લેખ કેમ નથી?

આખા ચાઇના એ આ પ્રકારની આક્રમક ફૂટનીતિની મદદથી પૂર્ણ ભારતીય અર્થ વ્યવસ્થા પર અંકુશ જમાવી લીધો છે. તેમનાં આ હથિયાર થી દેશના હજારો નાના કારીગર, લઘુ ઉદ્યમી, સ્થાનીય વ્યાપાર, નાના કારખાના નાશ પામી ચુક્યા છે. બધી વસ્તુઓ ચીન થી બનીને આવે છે.એવી વસ્તુઓ જેને બનાવવા માં હજારો વર્ષોથી આપણા કારીગરો નિપુણ હતા. માત્ર કુંભાર, લુહાર, સુથાર કાર્યકર્તા વગેરે 2 કરોડ થી વધારે જાતિઓ હતી તેઓ ખોટા શિકારી બન્યા. તમે નોંધો એવા હજારો કામ ધંધા દેખાશે, જેને ચીને આપણા નાના અને સસ્તા ઉત્પાદક ભાઈઓના રોજગાર નષ્ટ કરીને કબ્જે લીધું છે.

આપણે ખાલી દલાલ વિક્રેતાની ભૂમિકામાં રહી ગયા છીએ. ઘણું મગજ દોડાઈને સમજીએ કે હવે યુદ્ધનું હથિયાર એ નથી હોતું જે પારંપરિક હતું, હવે પુરી યોજનાથી શત્રુ પાસે જઈને તેની માનસિકતાને વશમાં કરવી પડે છે. આ ફેંગ શુઈ પણ આ જ માનસિક રમત નો હિસ્સો છે જે આપણા હજારો વર્ષોના આધ્યાત્મિક જ્ઞાનને કમજોર કરવા માટે મોકલવામાં આવ્યો છે બીજા લોકો એ તેને ગોરીલા રણનીતિ તરીકે ઓળખાવ્યુ છે.

હવે જરા આના પર ધ્યાન આપો
તમે કોઈ પ્રગતિશીલ માણસને કોઈની નિંદા કરતા સંભાળ્યું છે?
આખો દિવસ ટીવી પર હિન્દુઓની આસ્થાની મજાક ઉડાવતા ચાઈનીઝ માણસને કદી અંધ વિશ્વાસના વિરોધમાં બોલતા સાંભળ્યું છે ?”

મગજ થી વિચાર કરો હથિયાર ઓળખો.
તમે પણ તમારી આજુબાજુ ધ્યાન થી જુઓ, તમને ક્યાંક ને ક્યાંક ફેંગ શુઈની ઝેરીલી અને ચાઈનાના વિકાસને આગળ વધારતી વસ્તુઓ અવશ્ય જોવા મળશે.હવે તો એમેઝોન, ફ્લિપકાર્ટ પર ઓનલાઇન પણ વેચાવા લાગ્યા છે આ રમકડાં. સમય રહેતા પોતાને, પરિવારને અને પોતાના મિત્રોને આ ગાડરિયા પ્રવાહમાંથી કાઢીને આપણા દેશની મૂલ્યવાન મુદ્રાને ચાઇનાના ફેલાયેલા ષડયંત્રની બલી ચડાવતાં બચાવીએ. અને સૌને જાગૃત કરવા આ લેખને શેર કરી વધુ માં વધુ મિત્રો સુધી પહોંચાડીએ.

Comments

comments