મોદી વિરોધમાં ભાન ભુલ્યુ ‘ગુજરાત સમાચાર’ : અફવા ફેલાવ્યા પછી ‘ખેદ’ વ્યક્ત કરવો પડયો

—  મયંક પટેલ

તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત સમાચાર જેવા સમાચાર પત્રો પણ ચકાસણી કર્યા વગર લેખ પ્રકાશિત કરતા હોય છે. ‘નેટવર્ક’ કોલમમાં ગુણવંત છો. શાહ નામના લેખકે પોતાના લેખનું કંઈક આવું મથાળું મારેલું ‘1,25,000 ડોલર આપણા જનતાના ખર્ચે મોદીએ જે મીણનું પોતાનું પૂતળું જ્યાં ઉભું કરાવ્યું એ મેડમ તુસાદ શું છે?’

May, 2016 ના ડોલરના ભાવ પ્રમાણે 1,25,000 ડોલર એટલે લગભગ 84 લાખ રૂપિયા થયા. એટલે વિરોધ પક્ષ વાપરે એવી ભાષામાં સીધો વડાપ્રધાન પર આક્ષેપ કરી દીધો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એ પોતાની પ્રસિદ્ધિ પાછળ જનતાના 84 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. સવાલ એ છે કે, આ લેખના શીર્ષકમાં આટલી બધી સ્પષ્ટતા કરવી જરૂરી હતી ? કદાચ જરૂરી લાગે તો પણ એમાં અફવા ફેલાવવી એ કેટલી હદે યોગ્ય છે? શીર્ષક તો એમ પણ મારી શકત કે ‘આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનું મીણનું પૂતળું મુકવામાં આવ્યું એ મેડમ તુસાદ શું છે?’ . ઘણી વાર સમાચાર થી જ જે-તે સમાચાર પત્રોની માનસિકતા છતી થઇ જાય છે.

આ અફવા ફેલાવ્યા બાદ અફવા ફેલાવા વપરાયેલા ફોન્ટ થી ચોથા ભાગની સાઈઝના ફોન્ટમાં ખેદ વ્યક્ત કરવામાં આવેલો કે ,’ ગુજરાત સમાચાર ખેદ સાથે જણાવે છે કે, તા. 09/05/2016 ના અમદાવાદ આવૃત્તિમાં જે લેખ છપાયો હતો “1,25,000 ડોલર આપણા જનતાના ખર્ચે મોદીએ જે મીણનું પોતાનું પૂતળું જ્યાં ઉભું કરાવ્યું એ મેડમ તુસાદ શું છે? ” તે તદ્દન ભૂલ ભર્યો હતો. હકીકત એવી છે કે મેડમ તુસાદના કાર્યાલયની વિનંતીનું માન રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મીણનું પૂતળું ઉભું કરવા તૈયારી બતાવી જે કામમાં જનતાનો એક રૂપિયો પણ ખર્ચ થયો નથી. આ ભૂલ ઇરાદાપૂર્વક નહોતી પણ તથ્યોને તપસ્યા વગરની હતી.”

ભૂલ થયા પછી પણ પ્રજાની માફી માંગવું યોગ્ય ન લગતા ‘ખેદ’ વ્યક્ત કરીને સંતોષ માની લીધેલો.

મિત્રો, છાપામાં છપાય એ હંમેશા સાચું જ હોય તે જરૂરી નથી. બીજા દિવસનું છાપું જરા ધ્યાન થી વાંચવું. બીજા દિવસના છાપામાં ક્યાંક ખૂણામાં આવા ખુલાસા પણ મળી શકે છે.

Comments

comments