રેઈનકોટનું સત્ય અને સંસદનો હોબાળો

— અલકેશ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં ડૉ. મનમોહનસિંહના સંદર્ભમાં જે નિવેદન કર્યું તે સંપૂર્ણપણે સત્ય આધારિત હતું, તેમ છતાં કોંગ્રેસી સહિત વિપક્ષોએ તેને તદન ખોટા અર્થમાં લઈને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો છે.

સૌથી પહેલાં તો વડાપ્રધાને “રેઈનકોટ” ની જે ટિપ્પણી કરી છે તેને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. વડાપ્રધાન દેશમાં 70 વર્ષના શાસનની સમીક્ષા કરી રહ્યા હતા. તેમાં તેમણે કહ્યું કે ડૉ. મનમોહનસિંહ 70માંથી લગભગ 35 વર્ષ સુધી દેશની આર્થિક બાબતો સાથે સંકળાયેલા રહ્યા હતા. તેઓ ભારતીય રિઝર્વ બેંકમાં ટોચના અધિકારી, ત્યારબાદ રિઝર્વ બેંકના ગવર્નર અને ત્યારબાદ 10 વર્ષ વડાપ્રધાન તરીકે રહ્યા. આ તમામ સમયગાળામાં દેશમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થયા, છતાં મનમોહનસિંહ ઉપર કોઈ ડાઘ લાગ્યો નથી. એનો અર્થ એ છે કે કોંગ્રેસી ભ્રષ્ટાચારીઓની વચ્ચે રહીને મનમોહનસિંહ કશું જ બોલ્યા વિના બધું જોતા રહ્યા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ડિમોનેટાઈઝેશનના સંદર્ભમાં વિપક્ષો એવો આક્ષેપ કરે છે કે આરબીઆઈની સ્વાયત્તતા છીનવી લેવામાં આવી છે. પરંતુ આ આક્ષેપ સાચો નથી. એ સંદર્ભમાં વડાપ્રધાને આર.બી.આઈ માટે જે સમિતિની રચના કરવામાં આવી તેમાં સત્તાપક્ષના કોઈ રાજકારણીને સ્થાન આપવામાં આવ્યું નથી, એ બાબત જ પુરવાર કરે છે કે આર.બી.આઈની સ્વાયત્તતાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી વિરૂદ્ધ આર.બી.આઈના ભૂતપૂર્વ ગવર્નર સુબ્બારાવે એક પુસ્તક લખ્યું છે “હુ મૂવ્ડ માય ઈન્ટરેસ્ટ રેટ” તેનો હવાલો વડાપ્રધાન મોદીએ આપ્યો હતો. સુબ્બારાવે એ પુસ્તકમાં કહ્યું છે કે, તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આર.બી.આઈને વિશ્વાસમાં લીધા વિના, આર.બી.આઈ સાથે ચર્ચા કર્યા વિના જ ઘણા નિર્ણયો પોતાની રીતે જાહેર કરી દીધા હતા.

જુઓ, આ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તે સમયના વડાપ્રધાન શ્રી મનમોહન સિંહને કેટલું માન આપે છે.

જુઓ, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કઈ રીતે ભૂતપૂર્વ વડાપ્રધા…

જુઓ, વડાપ્રધાનની ગરિમા વિષે વાતો કરી ખાતી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કઈ રીતે ભૂતપૂર્વ વડાપ્રધાનને માન અપતા

Posted by I Support Vijay Rupani on Thursday, 9 February 2017

 

આ બધા જ સંદર્ભમાં વડાપ્રધાને મનમોહનસિંહને કહ્યું હતું કે તેઓ તેમના પક્ષમાં અને તેની સરકારમાં જે કંઈ ચાલતું હતું તેની સામે કશું કરી શક્યા નહોતા, અને એ રીતે તેઓ ભ્રષ્ટાચાર તેમજ અન્ય ગેરરીતિઓના મૂક સાક્ષી બની રહ્યા હતા. અર્થાત તેઓ “રેઈનકોટ પહેરીને નહાતા હતા.” – આખો સંદર્ભ અને આખી વાત આમ હતી છતાં વિપક્ષોએ તેને તોડી મરોડીને ખોટો હોબાળો કર્યો અને રાજ્યસભામાંથી વૉકઆઉટ કરી ગયા. હવે સમજવાનું પ્રજાએ છે કે વડાપ્રધાન ખોટા હતા કે પછી કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો??

સોશિયલ મીડિયામાં સત્યનું સચોટ વર્ણન કરતી આવી અમુક તસવીરો ખુબ લોકપ્રિય બની છે.

   

Comments

comments