“ છાપા ની સેકસ કોલમો – પાણિયારી છે સાવ અજાણી…એ જ કુવો એ જ પાણી….”

— ગૌરાંગ દરજી વૈદ્ય
(ફક્ત મગજ થી પુખ્ત વય ના માટે…ખાસ ફરમાઈશ થી લખેલ લેખ)
ચાર- પાંચ પ્રશ્નો પુરતી મર્યાદિત અને આજ પ્રશ્નો ને તોડી-મરોડી ને વારંવાર રજુ કરવા અને એક ના એક જવાબો ને ગોળ-ગોળ ફેરવીને મઠારી ને નવા વાઘા પહેરાવી રજુ કરવા…
શું આ કાગળ નો બગાડ નથી??

સેક્સ ની કોલમો વાંચ્યા વગર સમાજ સંભોગ કરવાનું ભૂલી જશે??સેક્સ ની કોલમો વાંચ્યા વગર માનવ જાતી નો નાશ થઇ જશે??પ્રાણીઓ પક્ષીઓ ને સેક્સ એજ્યુકેશન ની જરૂર પડતી હશે??
આવી કોલમો ના છાપતા હોય તો એટલા વૃક્ષો બચે એના પર ચકલીઓ મુક્ત જીવન માણી શકે…
ચલો થોડું ડોકિયું આ કોલમો પર કરીએ…

૧. હસ્ત મૈથુન થી કાઈ નુકસાન થાય?
જવાબ- જે ક્રિયા હાથની મુઠ્ઠી માં થાય છે તે જ ક્રિયા યોનિમાર્ગ માં થાય છે..
(લો કર લો બાત,સાલું મુઠ્ઠી ને યોનિમાર્ગ માં કોઈ ફર્ક જ નઈ,હવે તો રેપ ની કલમો માં મુઠ્ઠી નો સમાવેશ કરવો જ જોઈએ એમ હું દૃઢપણે માનું છું)
બારણું ૨-૫ વર્ષ બંધ રાખીએ ને એક દિવસ ખોલીએ તો ધડામ દઈ મિજાગરા તૂટી જાય…
(લો બોલો…અલ્યા ભઈ ૧૨-૧૫ વર્ષે છોકરા અહી એમના બારણા રોજ ૨-૩ વાર ખોલ બંધ કરતા થઇ જાય છે એને ક્યાં મિજાગરા નું ઉદાહરણ આપો છો…)
વપરાશ થી વૃદ્ધિ થાય છે…અને ના વાપરવાથી શૈથીલ્ય આવી જાય છે…
(ભૈશાબ, કુબેર નો ભંડાર પણ વાપરવાથી ખૂટી જાય તો પછી વીર્ય શું ચીજ છે.યુવાનો ને આડા રસ્તે ચડાવવા ને બદલે કોઈ વાર બ્રહ્મચર્ય,વીર્ય નું ઉધ્વગમન,ઇન્દ્રિય પર ને વિચારો પર કન્ટ્રોલ વગેરે પણ શીખવો…તો પ્રજા ની સેવા થાય…કે પછી…
આતો જેટલું વધુ હસ્ત મૈથુન કરે તેટલા પેશન્ટ વધે એમ તો નથી ને??
સેક્સ સિવાય દુનિયા માં બીજી કોઈ ચીજ જ નથી??સેક્સ ને મગજ માં રાખવાનું કે બેડરૂમ માં??

૨. ગર્ભ રહેવા માટે એક જ શુક્રાણું ની જરૂર છે…માટે ઓછા શુક્રાણું એ બીમારી નથી તેની સારવાર ની જરૂર નથી…
વાત સાચી…એક જ બીજ થી ગર્ભ રહે પણ એ બીજ માં તાકાત-સામર્થ્ય ના હોય તો એ બાળક ખોડ-ખાંપણ વાળું પણ જન્મી શકે…ફ્રીજ કે ટીવી લેવાનું હોય તો લોકો કેટલું નક્કી કરે છે…
તો પછી બાળકો કેમ એમ જ પેદા કરવાના?? બસ રહી ગયું યાર…એમ કહી પૂરું?માય ફૂટ…
એક શુક્રાણું નહિ…પણ એક “સમર્થ” શુક્રાણું ની જરૂર છે…
માત્ર એક શુક્રાણું થી ગર્ભ રહી ને ટકી જતા હોત તો આટલા બધા IVF સેન્ટરો માં ગમે તેટલું મથવા છતાં ગર્ભ કેમ નથી ટકતો એનો જવાબ મળી ગયો હોત….
આતો થોડી ગોદરેજ હેર ડાઈ છે…બસ કાટા,ઘોલા ઔર લગા લિયા???
સમર્થ ને ઉત્તમ સંતાનો કેવી રીતે પેદા કરી શકાય એના માટે દિશા સૂચન કરો…
ભારત ને વિશ્વ વિજેતા બનાવવા સિંહો ની ફોજ ની જરૂર છે, નહિ કે કેજરી છાપ ટત્તુઓ ની…

૩. અમારા લગ્ન થવાના છે.અમો બન્ને તંદુરસ્ત છીએ ઉત્તમ ગર્ભ નિરોધક કયું રેશે??
આજના જમાના માં આઈ ફોન ૬ અને સેમસંગ નોટ ૩ વચ્ચે ફીચર્સ નો શું તફાવત છે એ દરેક નવજુવાન ને મોઢે હોય છે…
એવા જુવાન ને રબર ની કોથળી જેવા ઉદાહરણ આપશો…
અને કયો મુરખો આવા સવાલ પૂછવા નવરો હોય? દરેક છોકરા ને નિરોધ વિષે એટલો ખ્યાલ હોય છે કે આઈસ્ક્રીમ થી વધુ ફ્લેવર અને એક્સ્ટ્રા ડોટ ની વ્યાખ્યા એ ૨૦ માર્ક ની લખી શકે…
બીજા આવા ફાલતું સવાલો….આવા સવાલો હકીકત માં કોઈ પૂછતું હોય કે લેખકો ના મગજ ની પેદાશ એતો કામદેવ જાણે….
મુખ મૈથુન થી ગર્ભ રહે??સુન્નત નું ઓપરેશન લિંગ ઉપર ચામડી…હદય રોગ ના ઓપરેશન પછી સંભોગ કરી શકાય…??યોની પટલ/ કૌમાર્ય નો પડદો..વાંકી ઇન્દ્રિય હોવી…ડાબે કે જમણે…વૃષણ કે સ્તન નાના હોવા…

બસ આના આજ સવાલો….
અરે ગર્ભ નિરોધક ગોળીઓ થી આગામી પેઢી માં એટલી હદે નપુંસકતા આવી જશે કે વાત ના પૂછો…ને આવી એકદમ વાહીઆત ને આડ અસર વાળી ગોળીઓ ચણા મમરા ની જેમ ખવડાવે છે…આજ ગોળીઓ થી વ્યંધત્વ સ્ત્રીઓ અને અકાળે મેનોપોઝ માં આવતી સ્ત્રીઓ વધતી જાય છે…એમની શારીરિક ને માનસિક હાલત જોવો તો ખ્યાલ આવે…
આવા કાટલાં છાપ સવાલ જવાબ થી સમાજ ની શું સેવા થાય છે? એજ સમજાતું નથી.હા એ સાચું કે આના થી તરુણ વાંચકો વધે છે…ખાસ કરીને મંગળવાર-બુધવાર ની પૂર્તિ ની આ કોલમો થી તરુણો ખૂણે ખાંચરે આનંદ લેતા હોય છે…(હો રહા ભારત નિર્માણ…)
(અમે નાના હતા ત્યારે સન્ની થી સન્ની સ્કુટર સમજતા…
મોટા થયા ત્યારે સન્ની થી સન્ની દેઓલ આવ્યો…
હવે કોઈ પણ તરુણ ને પૂછો સન્ની???? …તો એ લીઓન જ હોય…)

Comments

comments