હોલી જલાઓ….સ્વાઈન ફ્લુ ભગાઓ….

વૈદ્ય ગૌરાંગ 
સ્વાઈન ફ્લુપ્રતિરોધક વૈજ્ઞાનિક હોળી…
સાર્વજનિક વૈદિક હોલિકા દહન (વાસંતી નવસસ્યેષ્ટિ યજ્ઞ)
• ઋતુસંધિકાળમાં વિવિધ પ્રકારના વાયરસનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા વધે છે.
• આ વખતે શીશિર-વસંતઋતુસંધિકાળમાં સ્વાઈન ફ્લુનોવાયરસ જનપદોધ્વંસ સ્વરૂપમાં આગળ વધી રહ્યો છે.
• આયુર્વેદ અને વેદમાં ઋતુચર્યા સ્વરૂપે,ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે,તેમાંથીએક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન.
• સાર્વજનિક વૈદિક હોલિકા દહન એકજ દિવસે અને નિશ્ચિત સમયે ,ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી “mass level fumigation at a single time” છે.
• યજ્ઞમાં વપરાતા લાકડા,ઔષધ દ્રવ્યો વિગેરેથીઉત્સર્જીત વાયુઓ અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની ,રશિયા,અમેરિકા,શાંતિકુંજ હરિદ્વાર વિગેરે સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો થયેલા છે.
• આવો નીચે પ્રમાણે વેદોક્ત શાસ્ત્રોક્ત પદ્ધતિથી હોલિકા દહન કરીને પ્રકૃતિ અને સમાજ ઉપયોગી વેદવિજ્ઞાનને સાચા અર્થમાં વ્યવહારમાં લાવીએ સાથે સાથે તેમાં થયેલ ખોટા મિશ્રણોને, દુષણોને ભગાડીએ.
• વસંત ઋતુ માં આવી મહા મારીઓ વાયુ થી વધુ ફેલાતી હોય છે..જેથી મોટા પાયે વાયુ નું શુદ્ધિકરણ કરવા હોળી નું આયોજન કરવામાં આવે છે…
• તેમજ શરીર માં વધી ગયેલા કફ ને હોળી ની પ્રદક્ષિણા થી ઓગાળવાનો આ શ્રેષ્ઠ અવસર છે
ટૂંક માં શરીર ની રક્ષા માટે ધર્મ સાથે જોડી દીધેલું એક પર્વ એટલે હોળી…
• લાકડા-(વશિષ્ઠ સંહિતા)
        આંબો,વડ,પીપળો,ખાખરો,ખેર,ઉમરડો,ચંદન,અગરુ કે ખીજડા માંથી જે મળે તેનું લાકડું (સુકું)
• ઔષધીદ્રવ્યો-(મદન રત્ન ગ્રંથ મુજબ)
ઘઉંના લીલાદાણા,ગળો,તજ,તાલીસપત્ર,ભોજપત્ર,મુનક્કા,લજામણી,શીતલચીની,ભીમસેની કપૂર,દેવદાર,લાલ ચંદન,નાગરમોથ,બીલીફ્લના સુકા ટુકડા,બાવચી,ખાખરાનાબીજ,અગર તગર,કેસર,ઇન્દ્રયવ,ગુગળ,જાયફળ ભોરીં ગણી,હરડે ફળખસ ના મૂળ,પુષ્કરમૂલ,કમળકાકડી,જાવિત્રી,મજીઠ,કાપુરકાચલી,તેજપત્ર,શંખપુષ્પી,ખસ,ગોખરું,ગોળ-સાકર,દેશી ગાયનું ગોબર,અઘેડો,કડવા લીમડાના પત્તા,એલચી,બાદીયા,તમાલ પત્ર,લવિંગ….આટલા માંથી જેટલા મળે તેટલા….
• તેલ/ઘી : તલ નું તેલ,નીલગીરી તેલ,ઘનસાર યોગ અને ગાય નું ઘી….(જેટલા પ્રમાણ માં જોઈએ તેટલું)
• વિશિષ્ઠ : પંચગવ્ય
• પ્રયોગવિધી –
યોગ્ય પ્રમાણ માં લાકડા,ઘઉં-ડાંગર ના પૂળા વગેરે મૂકી કોઈ મંદિર માંથી અગ્નિ લાવી બાળક ના હાથે હોળી પ્રગટાવવી…
ઉપરોક્ત તમામ કે તેમાંથી જેટલા શુદ્ધ સ્વરૂપમાં મળે તેટલા લઈનેતે બધાથી ચોથા ભાગના દેશી ગાયનું ઘી સાથે મિશ્રણ કરીને એક વ્યક્તિએપોતાનીજમણા હાથનીમુઠ્ઠી ભરીનેવધુમાંવધુ૬ વાર સુધીમહામૃત્યુંજયમંત્રથી સળગતા અગ્નિમાં હોમ કરવો.
• વૈજ્ઞાનિક તથ્યો-જેમહજારો વ્યક્તિની દાળમાં થોડીક જ હિંગનોવઘાર કરતા તે સુગંધિત થઇ જાય છે,થોડુક જ મરચું અગ્નિસંયોગનેકારણે ખુબ મોટા વિસ્તારમાં તીવ્ર ગતિથી ફેલાઈ જાય છે તેમ સામગ્રીમાંના ઔષધી દ્રવ્યો સળગતા અગ્નિસંયોગથી પોતાની તીવ્ર અસરો કરે છે.કેમિકલયુક્ત દ્રવ્યો કે ખાંડ વિગેરે આજ પ્રમાણે તેની ખરાબ અસરો પણ તેજ રીતે તીવ્ર ગતિથી આપે છે.દહન માટે વપરાતા લાકડા ઝડપથી અને પુરેપુરા સળગી જતા હોઈ કાર્બન મોનોક્સાઈડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરતા નથી.
• વિશેષ નોંધ-
૧).સામગ્રી કેમિકલયુક્ત હોય તો ઉપરના વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં લઈને ના જ વાપરવી.
૨).શક્ય હોય તો એક જ સમયે દરેક જગ્યાએ હોલિકા દહન કરવું.
૩).માવઠાની અસર થઇ હોવાથી વાયરસ ભેજવાળા વાતાવરણમાં વધુ પ્રભાવી થઇ શકે છે,માટે આ કાર્યને મિશનની જેમ લઈને કરવું.
૪).ઉપરોક્ત સામગ્રી પુરતા પ્રમાણમાં કે શુદ્ધ ના મળે તો આર્યસમાજ કે ગાયત્રી પરિવારના સ્થાનિક કેન્દ્રો પરથી તૈયાર હવનસામગ્રી લઈને પણ ચલાવી શકાય.
૫).સળગતી હોળીની પ્રદક્ષિણાની પાછળ વ્યક્તિગત સ્વસ્થ્ય રક્ષાનું વિજ્ઞાન છે, માટે પ્રદક્ષિણા અવશ્ય કરવી, નાના-મોટા તમામને કરાવવી.
• સામાજિક કાર્યકરો, ગામડાના આગેવાનો, સમાજસેવી સંસ્થાઓ, વ્યક્તિગત સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, યુવકો –યુવતીઓ વિગેરે તેમજ બાકીના તમામ લોકો આ કાર્યમાં ઉત્સાહથી જોડાઈને વધુમાં વધુ પ્રચાર,પ્રસાર (facebook,whatsapp,e.mail,messenger વિગેરે વડે) અને ક્રિયાન્વયન કરવું,કરાવવું.

Comments

comments