ભારતીય પરીક્ષાઓ કા ઐતિહાસિક પ્રેમ : મોઘલો…

ગૌરાંગ દરજી

અબ કછુ ઓર શોધ લો….  ભારતના દરેક ખૂણા માં તમામ પરીક્ષાઓ માં ઈતિહાસ હોય ત્યાં મોઘલ હોય ને જ્યાં મોઘલ હોય ત્યાં ઈતિહાસ હોય,ખબર નઈ કેમ આ લોકો ને આટલો બધો મીઠો લાગતો હશે મોઘલ પ્રેમ??  કે કાઈ બીજું મળતું જ નઈ હોય…  જેની આખી પેઢી બસો અઢીસો વર્ષમાં પૂરી થઇ ગઈ,આખી સલ્તનત ઉડી ગઈ એને ભણી મળવાનું છે શું ?

૬૦ વર્ષ નો તો કોન્ગ્રેસ નોય ઈતિહાસ છે બોલો મોઘલ થી ત્રીજો જ ભાગ થયો ને …  કોઈ પણ પરીક્ષા હોય તાજમહેલ પર પ્રશ્ન ખાસ હોય..ને ના હોય તો તો એ પેપર છાપવાનું ખુદ પ્રિન્ટીંગ મશીન ના પાડી દે એવી હાલત ઇન્ડિયા માં છે…લાખો પ્રશ્નો,પરીક્ષાઓ,ક્વીઝ,નિબંધો,ફકરાઓ, વાક્યો,અલંકારો,વ્યાકરણો બધે તાજમહેલ તાજમહેલ…જોક્સ શાયરી ને હજી ગણ્યા નથી સમાચારો ને હજી અડ્યા નથી….પણ એક પ્રશ્ન એવો પૂછ્યો કે મુમતાજ એની કઈ ડીલીવરી માં ઓફ થઇ ગઈ હતી??  ના ના…એવું પૂછે તો તો શાહજહાં નું ભૂત પરીક્ષક ની પત્નીને ડીલીવરીમાં ના મારી નાખે??

એકલી મુમતાજ ની ૧૪ મી ઓફિસિયલ પ્રસૃતિ હતી,(અનઓફિસિયલ કેટલા મી ડીલીવરી હતી કોને ખબર) તો બીજી બેગમો નો ગુણાકાર,વત્તા દાસીઓ…યુધ્ધોપાર્જીત સ્ત્રી ગણ,ગણિકાઓ…રાખેલી સ્ત્રીઓ એ બધા ની ડીલીવરી કોણ ગણશે…  પછી મારામારી ને કાપાકાપી જ થાય ને…  બાપ ને કેદખાના માં પૂરવો,ભાઈઓ ને મારી નાખવા,બહેનો ને મારવી,ગુરુઓ કાકા ભત્રીજાઓ ને મારવા બધું..ચાલ્યું …ને એમનો ઈતિહાસ ભણી ભારતીય છોકરાઓ શું શીખશે…

સાપ ગયા લીસોટા મૂકી ગયા, જાત જાત ની ઘો ઘાલતા ગયા એવો જેમનો ઈતિહાસ હોય એમાં થી શીખ શું લેવી??અરે આતો પૈસા આપી લખાવેલો મોઘલ ઈતિહાસ એમની જ ભાષા માં છે,ક્યાંક કોક આર્ય એ લખેલો ઈતિહાસ શોધી કાઢો તો સાચી વાત જાણવા મળે…  ૩-૪ વરસ રાજ કર્યું હોય એને રાજ કેવાય?? એમાય આટલી ડિલીવરીઓ થાય શું ભવ્ય ઈતિહાસ?  તારીક ફતેહ બોલેલા કે કોઈ આવી ને તમને લુંટી જાય ને તમે કહો આહા વાહ ખુબ સરસ અને એ મારો હીરો…તો એતો કયી માનસિકતા …પાકિસ્તાન માં પણ મોઘલ નો ઈતિહાસ ભણાવતો નથી અકબર નું ક્યાય નામ નથી તો આપણો કયો એ પહેલા ખોળા નો દીકરો છે તે એને પકડી રાખવો.

સેક્યુલારિઝમ ની હદ વટાવી આઝાદીકાલીન સરકારો વોટબેંક ખાતર મુકેલા આ ઇતિહાસોથી આજદિન સુધી કોયનેય અકબર સપના માં આવ્યો કે યાર હારું ભણાવો છો?પેલું મીનાબઝારના પગથીયાવાળું નથી છાપ્યું એ હારું કર્યું…એવી કઈ કેટલીય ઘટનાઓ એક બે ઝાઝીયા વેરા ની માફી માં દબાવી દીધી. બસ દરેક મુઘલ સમ્રાટ સારો,ઉદાર,સુધારાવાદી અને ધર્મ સહિષ્ણુ હતો શરૂઆત એવી જ થાય…  બોલો આખી પેઢી અભણ હતી તો આ અભણો પાછો કયો સુધારાવાદી થઇ ગયો હોય?  જેણે જીવન માં હિંદુ મંદિરો તોડી એની પર મસ્જીદો ચણવા સિવાય કાઈ કર્યું ના હોય એની ધર્મ સહિષ્ણુતા ક્યાં દેખાય છે…

એમાય ઔરંગઝેબ જેવા નપાવટો ના નામ એટલા મોટા કે એની જાત ને નામ માં એના બાપાનું નામ છે કે આખા ફળિયા નું એજ હમજણ નાં પડે…પાછું લખે કે એ ટોપીઓ સીવી એને વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો…લ્યો આખા ફેમીલી નું ગુજરાન ટોપીઓ માંથી??દિવસ ની કેટલી બનાવતો હશે?  જહાંગીર જેવાએ અંગ્રેજો ની ઘો નાખી એ કેમ ભૂલાય.હોકીન્ઝ નામનો એક અંગ્રેજ અને સર ટોમસ રો ને જાત જાતની ચીજો ની ભેટ આપી અને મોહી લીધેલો…

જહાંગીર બધી રીતે શોખીન હતો, પીવાનો અને અફીણ નો બંધાણી..જમતી વખતે પણ પીવે અને પછી રૂમ માં જઈ બીજા ૫-૬ પેગ મારીને અફીણ લઇ સુઈ જાય,ભૂખ્યો ઊંઘ્યો હોય તો ૨-૩ કલાક પછી ઉંઘ માં ભોજન ઠુંન્સી લેતો…આવા ચરસી ને જુનો દારૂ કે ચરસ આપી જીતવો સહેલો…હોકીન્ઝ બહુ ભણેલો નતો પણ હા ભારત બહાર નો અવલોકનો ને આધારે ઈતિહાસ લખનાર ખરો..પહેલી મુલાકાત માં નું રઝહન પ્રભાવશાળી ટેલેન્ટેડ અને સુંદર બાઈ હતી એમ લખ્યું….(આ અંગ્રેજ ઝાંખા ખરા…) જહાંગીર મેળવેલીઓ થી એટલો ખુશ થયો કે એણે ફરમાન બહાર પાડી દીધું…  આજથી ભારત ના મુઘલ સલ્તનત ના કોઈ પણ રાજ્ય કે બંદર પર યુરોપીયન દેશ ના કોઈ પણ વેપારી ને બાદશાહ નો મિત્ર ગણી આવકારવો…એને દરેક જાત ની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી..જોડે એણે કિંગ ને લેટર પણ લખ્યો કે વેપારીઓ આવે ત્યારે જહાજો માં આવી ગિફ્ટો મારા મહેલ માટે મોકલાવતા રેજો….તમારો જ જહું…

જહાંગીર ને મદહોશ કરનાર શરાબ કે સુંદરી…? ઘૂંટાતું જતું રહસ્ય….  પડદા પાછળ રહેલી નુર ઝહાન નો આમાં રોલ કેટલો?  કંટાળી ને પછી અંગ્રેજો ને જહાંગીરે નાં કેમ પાડી…જેને એણે ઈંગ્લીશ ખાન નું બિરુદ આપ્યું એનાથી પણ એ કેમ થાકી ગયો હતો…

નોંધ: ૫૦ કરોડ ની વાર્ષિક અંદાજીત આવકો એ સમયે બાદશાહો ની હતી…સોના ની પ્લેટો થી માંડીને દારૂ પીવાના “વન પીસ રૂબી”  ના ગ્લાસ સુધી …૧૨ હજાર હાથીઓ માં ૩૦૦ તો ખાલી બાદશાહ માટે અને રોજનો દરબાર નો ખર્ચ ૯ હજાર…અન્ય પગારો આશરે પચાસ હાજર….જેની આજના રૂપિયામાં ગણતરી તો બાબર પણ ના કરી શકે… કોના બાપ ની દિવાળી????   ટૂંક માં આંતરિક લડાઈઓ માં ૨૫૦ વર્ષ એવા ગંજેડી રાક્ષસો ના હાથ માં જતા રહ્યા જેનું નુકસાન હજુ સદીઓ સુધી સહન કરવું પડે એવી પરીસ્થીતી છે…

Comments

comments