કોંગ્રેસનું જુઠ્ઠાણું ભાગ -1 : ₹ 15 લાખ વિષેની અફવા

સત્તામાં આવવા વિરોધી પાર્ટીઓ જાત જાતના જુઠ્ઠાણાં ફેલાવતી હોય છે. ₹ 15 લાખ વિષે કોંગ્રેસી નેતા અજય માકનએ નિવેદન પણ આપેલું છે કે “મોદીએ ₹ 15 લાખ આપવાનું વચન આપેલ”.. ઘણા કોંગ્રેસી મિત્રો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરે છે કે “ભાઈ, મારા ખાતામાં તો ₹ 15 લાખ હજુ આવ્યા નથી”

હકીકત એ છે કે, આ પ્રકારના મેસેજથી કોંગ્રેસી સમાજમાં એમ ખોટી છાપ ઉભી કરવા મથે છે કે, ભાજપ સરકાર લોકોને જુઠ્ઠા વચનો આપી સત્તામાં આવે છે, તથા એમ પણ સંદેશો આપવા માંગે છે કે ભારતની કરોડો ભોળી પ્રજાએ ₹ 15 લાખની લાલચને લીધે મોદીને વોટ આપેલ.

http://www.financialexpress.com/archive/black-money-modi-had-promised-to-put-rs-15-lakh-in-every-indians-pocket/1302772/

અહીં આ ન્યૂઝ વેબસાઈટ પર પણ હેડ લાઈન છે તે અવતરણ ચિહનમાં છે. આ પણ સમાચાર પત્રો અને કહેવાતી ન્યુઝ વેબસાઈટની અનોખી લીલા છે. એ કોઈકના શબ્દોને હેડલાઈન તરીકે લખે છે, ત્યારે ઘણા વાચક મિત્રો એમ સમજે છે કે આ તો હકીકત છે. પણ પછી લેખમાં ક્યાંક ખૂણા ખાચરમાં લખેલું જોવા મળે કે ફલાણા ભાઈએ આવું કહેલું. એટલે હંમેશા અવતરણ ચિહનમાં લખેલી હેડલાઈન દયાન થી વાંચવી.

₹ 15 લાખ વિશેની હકીકત એ છે કે, મોદી સાહેબ એ તેમના ભાષણમાં એમ કહેલું કે, “કાળું નાણુ એટલી હદે વધી ગયું છે કે દરેક ગરીબ નાગરિકને ₹ 15 લાખ એમ જ મળી શકે.”

જુઓ ફરી એક વાર મોદી સાહેબનું ₹ 15 લાખ વિશેનું વક્તવ્ય :

 

આ વાત વિરોધીઓને તો ખબર જ છે. પણ એ જુઠ્ઠાણાં ફેલાવીને સમાજમાં નકારાત્મક વાતાવરણ ઉભું કરતા ખચકાશે નહિ. એટલે ક્યાંય પણ કોઈ આ ₹ 15 લાખ વિષે અફવા ફેલાવે એને તરત જ આ લેખ વંચાવજો અને ખુલાસો માંગી જોજો..

 

– પૃથવ બારોટ, પાટણ

 

Comments

comments