“મમ્મી, ઈઠ્યોતેર એટલે કેટલા?”- ઇંગલિશ બોલનારા લોકો હંમેશા હોશિયાર જ હોય?

ઘણા બુદ્ધિજીવીઓ છાતી ઠોકીને કહી ચુક્યા છે કે, બાળકને શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં જ કરાવવો જોઈએ.કેમ કે તે બાળક માતૃ ભાષા માતાના ગર્ભમાં હોય ત્યાર થી સાંભળીને શીખેલું હોય છે. કોલેજના ભણતર માટે માંડ 500 અંગ્રેજી શબ્દો સમજવા જરૂરી છે. તો એ માટે કરીને બાળકને બાળમંદિરથી જ અંગ્રેજી માધ્યમમાં મૂકીને કઈ હોશિયારી બતાવી રહ્યા છીએ આપણે?

Read more

આપણાં ધર્મગુરુઓને રક્ષવાનું મહત્ત્વ

છેલ્લાં થોડાં દાયકાઓમાં આપણા ઓશોની ઉપર માનવહત્યા સહિતના ગંભીર અપરાધોનાં દુષ્ટતાભર્યા આરોપો થયાનું અનુભવ્યું છે. ત્યાર બાદ સ્વામી મુક્તાનંદના એમના મૃત્યુના એકાદ દાયકા બાદ એમની ઉપર લૈંગિક વ્યભિચારનો આરોપ લગાવાયો, અને તે પણ વિધિની વક્રતા જેવું, એમનાં જીવનકાળ દરમિયાન રહી ચૂકેલ એમની ખાસ શિષ્યાઓ દ્વારા. સ્વામી પ્રભુપાદનાં અવસાન પછી ઈસકોનની સામે લૈંગિક પજવણીને મામલે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. 1970થી ગોરા અમેરિકનોનાં ખુબ ખ્યાતનામ અને સફળ એવાં યોગનાં ગુરુ યોગી અમૃત દેસાઈને આવા જ આરોપ હેઠળ એમની જ સંસ્થા કૃપાલુ કેન્દ્રમાંથી અચાનક હટાવી દેવામાં આવ્યા.

Read more

ભારતમાં બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવાતી માનવ તસ્કરીનું કૌભાંડ

આ કિશોરીઓને દર અમુક મહિને એક ઘરેથી બીજા ઘરે સ્થળાંતર કરાવતા રહે છે જેથી એમને વારંવાર નિયુક્તિ માટેનું મહેનતાણું મળ્યા કરે. આવાં વિચ્છેદથી આ કિશોરીનાં માનસિક જખમ વધું દર્દનાક બને છે. આ આડતિયાઓ દેખીતી રીતે કિશોરીની સલામતી માટેની એકમાત્ર આશા બની રહે છે અને એને કારણે તેણીનું આ આડતિયા દ્વારા વધું શોષણ થઈ શકે છે. એકલા દિલ્હીમાં જ આવી કેટલાક હજાર કિશોરીઓ દર વર્ષે લાવવામાં આવી રહી હોવાનો અંદાજ છે.

Read more

“ છાપા ની સેકસ કોલમો – પાણિયારી છે સાવ અજાણી…એ જ કુવો એ જ પાણી….”

અરે ગર્ભ નિરોધક ગોળીઓ થી આગામી પેઢી માં એટલી હદે નપુંસકતા આવી જશે કે વાત ના પૂછો…ને આવી એકદમ વાહીઆત ને આડ અસર વાળી ગોળીઓ ચણા મમરા ની જેમ ખવડાવે છે…આજ ગોળીઓ થી વ્યંધત્વ સ્ત્રીઓ અને અકાળે મેનોપોઝ માં આવતી સ્ત્રીઓ વધતી જાય છે…એમની શારીરિક ને માનસિક હાલત જોવો તો ખ્યાલ આવે…

Read more

કિરણ રિજ્જીજુએ હિંદુ વસ્તી અને ધર્માંતર અંગે સાચું જ કહ્યું છે.

સાચી વાત તો એ છે કે બહારથી આવેલા ઈસ્લામ અને ક્રિશ્ચિયાનીટિ જેવા ધર્મના લોકો શામ-દામ-દંડ-ભેદ દ્વારા હિંદુઓ, ખ્રિસ્તીઓ, જૈનોનું ધર્માંતર કરાવે છે. આ વાતનો કોઈએ ઉશ્કેરાટથી લેવાને બદલે આંકડાકીય રીતે જોવા-સમજવાની જરૂર છે. છેલ્લી વસતી ગણતરીના આંકડા અનુસાર દેશમાં હાલ કુલ 35 રાજ્યમાંથી માત્ર 28 રાજ્યમાં હિંદુઓ બહુમતીમાં છે.

Read more

મીડિયા જ્યારે મર્યાદાથી નીચે ઉતરી જાય…

— અલકેશ પટેલ કેટલાંક ગુજરાતી અખબાર છેલ્લાં બે-ત્રણ વર્ષથી મર્યાદાથી નીચલી કક્ષાએ ઉતરી ગયાં છે. રાજકારણીઓ મત અને સત્તા મેળવવા

Read more

વિદેશીઓ સંસ્કૃત અપનાવે છે પણ આપણને કેમ શરમ આવે છે??

આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી એવી ફોજ ઉભી કરીને આ બધી સંસ્થાઓની શાખ જાળવી રાખવાં માટે સમતોલન જાળવ્યું છે.
આ બધાં લોકો ઈન્ડોલોજીનાં શિક્ષણ ક્ષેત્રે આખી દુનિયામાં ફેલાયેલાં છે અને આપણી સંસ્કૃતિનો નાશ કરવાં અને આપણાં લોકોમાં ફૂટ પડાવવાં જૂઠાણાં અને દ્વેષભાવ પ્રસારે છે.
આ લોકોનો ફાલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહું વધી ગયો છે અને એમનાં વિદ્યાર્થીઓ મારફતે એમનો પ્રભાવ વિશ્વભરમાં ઘણો ફેલાયેલ છે. તદુપરાંત, એમની આજીવિકાનો આધાર એમની દ્વેષભાવ ફેલાવવાની નિપુણતા ઉપર અવલંબે છે જેને કારણે આ કાર્ય સંપન્ન કરવાં માટે તેઓ અજોડ અને મૌલિક અભિગમ પ્રસ્તુત કરે છે.

Read more

રેઈનકોટનું સત્ય અને સંસદનો હોબાળો

— અલકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં ડૉ. મનમોહનસિંહના સંદર્ભમાં જે નિવેદન કર્યું તે સંપૂર્ણપણે સત્ય આધારિત હતું, તેમ

Read more

શેલ્ડોન પોલોક શા માટે ચર્ચા-વિચારણા માટે મહત્ત્વનાં સંસ્કૃત વિદ્વાન છે?

પોલોક એવાં વિચારોને ટેકો આપે છે, દ્રઢતાથી માને છે અને એવું પૃથ્થકરણ કરે છે જેની સામે એવાં લોકોની આંખો જરૂર પહોળી થવી જોઈએ જેઓ ભારતનાં વૈદિક વારસાની કિંમત સમજે છે અને ઈચ્છે છે કે આ વારસો આપણાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણસ્ત્રોત બની રહે. અન્ય બાબતોમાં એક વાત એ છે કે તેઓ હિન્દુ ધર્મનાં મિત્ર તો નથી જ-હકીકતમાં કોઈ પણ ધર્મનાં નહીં-જ્યાં સુધી હું પારખી શકું છું અને તેઓ બહું આસાનીથી/સહજતાથી એની આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુને અવગણે છે, જે ખરેખર તો આપણાં ધર્મનું સામર્થ્ય છે.

Read more